Sunday, October 23, 2011

5 ખાદ્ય વસ્તુઓ વિશે જેમાં તમારા શરીરને તંદુરસ્તી આપવાની સૌથી વધુ ક્ષમતા છે


જીવવા માટે ખાવું જરૂરી છે જો કે ઘણી વાર ખોરાક બાબતે વધતી બેદરકારી જ જીવન માટે ખતરો બની જતી હોય છે. જો કે મનુષ્યે ખોરાકના એટલા બધા પ્રકાર શોધી કાઢ્યા છે કે જણાવવું મુશ્કેલ બની જાય છે કે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે. તેમ છતાં અમે તમને જણાવી રહ્યા છે એવી 5 ખાદ્ય વસ્તુઓ વિશે જેમાં તમારા શરીરને તંદુરસ્તી આપવાની સૌથી વધુ ક્ષમતા છે
 
1. પાલક: લીલા શાકભાજીમાંની આ ભાજીને વિટામીનના પાવર હાઉસ તરીકે ગણવામાં આવે છે. આમાં વિટામીન એ, સી, ઈ, કે, બી-6 જેવા કેટલાય વિટામિન એકસાથે જોવા મળે છે. પાલકમાં સ્કિન અને બ્રેસ્ટ કેન્સર સામે લડવાની સૌથી વધુ તાકત હોય છે. મજાની વાત તો એ છે કે તેમાં કોલેસ્ટેરોલ બિલકુલ નથી હોતું.



2. ગાજર: રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં ગાજર સામે કોઈ મુકાબલો ન કરી શકે. એક કપ છીણેલા ગાજરમાં 52 કેલરી હોય છે તેમ છતાં તેમાં કોલેસ્ટેરોલ બિલકુલ નથી હોતું. બાળકોના વિકાસમાં આ સૌથી મદદરૂપ છે. ફેફસાં, સ્કિન અને મોંના કેન્સર સામે બચવા માટે ગાજરને રામબાણ માનવામાં આવે છે.
 
3. કોબી: શરીરમાં બનતા ઝેરિલા પદાર્થોને રોકવા માટે કોબી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અન્ય કોઈ પણ શાકભાજીની સરખામણી સૌથી વધુ પૌષ્ટિકતા હોય છે.

4. બ્રોકોલી અથવા લીલું ફ્લાવર: કેન્સર અને જન્મ સાથે થતી બીમારીઓ સામે લડવા માટે બ્રોકોલી કારગત નીવડે છે. આ માત્ર આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને નથી વધારતું પણ હાડકાંઓને મજબૂત કરવાની પણ અજબની ક્ષમતા ધરાવે છે.
5. જામફળ: જામફળ હૃદયની બીમારીઓને દૂર રાખવામાં અને કબજિયાત જેવી સામાન્ય સમસ્યાને ખત્મ કરવામાં બહુઉપયોગી છે. સુગર એટલે કે ડાયાબીટિઝને રોકવા માટે આ ફળને ઔષધિની જેમ વાપરવામાં આવે છે.